National

બિપરજાેય ૧૫ જૂને કરાંચીની સાથે સિંધના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા

કરાંચી
સાયક્લોન બિપર જાેયને પગલે ગુજરાત રાજ્યમાં હાલમાં તંત્ર એલર્ટ મોડ પર છે અને જનતાના જીવ પણ તાળવે ચોંટેલા છે ત્યારે આ આફતનું ચક્કર ગણતરીના કલાકમાં ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતિ મુજબ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સૌથી વધારે અસરને લઈ અત્યારથી જ ૧ લાખ જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આર્મી અને નેવીની ટીમો જીંદગી બચાવવા માટે જેહમત ઉઠાવી રહી છે.પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજાેય અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાંથી ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. તે કરાચીથી માત્ર ૪૧૦ કિલોમીટર દૂર છે. બિપરજાેય ૧૫ જૂને કરાચીની સાથે સિંધના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા છે. જાેકે, ૧૭-૧૮ જૂન સુધીમાં તેની તીવ્રતા ઘટશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે આ ૭૨ કલાક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજાેય દરમિયાન ૧૪૦-૧૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ સિવાય કેન્દ્રની નજીક ૧૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં દરિયામાં ૩૦ ફૂટ ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા છે.પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બિપરજાેયને સૌથી વધુ નુકસાન થવાની ધારણા છે. સિંધના મુખ્ય પ્રધાન સૈયદ મુરાદ અલી શાહે કહ્યું કે કટોકટી જાહેર કરવામાં આવી છે અને સેના અને નૌકાદળને ૮૦,૦૦૦ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે.શેરી રહેમાને જણાવ્યું કે બલૂચિસ્તાનમાં ૪૩ કેમ્પ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૪૦,૦૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં બીચની નજીક અને આસપાસ રહેતા લોકોને તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. પાકિસ્તાની હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બિપરજાેય સિંધ અને બલૂચિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. ચક્રવાત બાયપરજાેયની અસર કરાચીમાં દેખાઈ રહી છે, અહીં જાેરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

File-02-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *