National

બિપરજાેય ચક્રવાત ઃ કચ્છના સરહદી લોકો માટે મ્જીહ્લએ મદદનો હાથ લંબાવ્યો

બિપરજાેય ચક્રવાત ૧૫ જૂનની સાંજ સુધીમાં જખૌના કિનારે લેન્ડફોલ કરે તેવી સંભાવના કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત બીએસએફએ સંકટની આ સ્થિતિમાં સરહદી વિસ્તારના ગ્રામજનોની મદદ માટે પોતાના પ્રયત્નો હાથ ધર્યા છે. મ્જીહ્લ એ મૂલ્યવાન જીવનની સુરક્ષા, માનવીય ગૌરવને જાળવી રાખવા અને સરહદની વસ્તીમાં સુરક્ષાની ભાવના જગાડવાના હેતુથી સુરક્ષા પ્રત્યેની પોતાની અતૂટ પ્રતિબદ્ધતાને (જવાબદારી) વળગી રહીને સંકટને પહોંચી વળવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. મ્જીહ્લએ આ નાજુક (કપરા) સમયમાં ગ્રામજનોની સલામતી જાળવી રાખવા માટે આશરો આપ્યો છે. ઠુમરી અને વાલાવરીવાંડ ગામના ૧૫૦ ગ્રામવાસીઓએ બીએસએફ કેમ્પમાં આશરો લીધો છે, સાથે જ ગ્રામજનોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે મ્જીહ્લએ યોગ્ય ગોઠવણ પણ કરી છે. આશરો મેળવનારાઓમાં વરિષ્ઠ નાગરિકો સહિત ૩૪ બાળકો પુરૂષો તેમજ મહિલાઓનો સમાવેશ થાય છે. મ્જીહ્લ સ્વચ્છતાનું ધોરણ જાળવી રાખીને ગ્રામજનોને પીવાનું પાણી, ખોરાક અને તબીબી સેવાઓ પૂરી પાડી રહ્યું છે. અગાઉ પણ મ્જીહ્લ દ્વારા સરહદી વિસ્તારમાં રહેતા લોકોની જીવનની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા દર્શાવાઈ હતી જેમાં તેઓએ એક કેમ્પમાં ગુનાઉ ગામના લગભગ ૧૦૦ ગ્રામવાસીઓને સમાવી લીધા હતા. આશરો અને જરૂરી સેવાઓ પૂરી પાડવા ઉપરાંત, મ્જીહ્લ એ જીવન બચાવવાના સાધનોથી સજ્જ ક્વિક રિસ્પોન્સ ટીમો પણ તૈયાર કરી છે, જેની જરૂરિઆત પ્રમાણે ચક્રવાત બાદ તરત જ નાગરિકોની મદદ માટે ઉપલબ્ધ કરાવાશે. મ્જીહ્લ ચક્રવાત બિપરજાેયથી પ્રભાવિત મૂલ્યવાન માનવ જીવનની શાંતિ અને સલામતી જાળવવાના કોઈપણ પ્રયત્નોમાં કસર છોડી રહી નથી, કોઈપણ સમસ્યાનો સામનો કરીને એકતા અને માનવતાની ભાવના જાળવી રાખવાનું ઉદાહરણ મ્જીહ્લ પ્રસ્થાપિત કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *