Gujarat

અંબાજી માં બિપરજોય વાવાઝોડા ની અસર માર્બલ ઉદ્યોગ પર સતત વરસતા વરસાદના લીધે માર્બલ ઉદ્યોગ ઠપ

*માર્બલ ની માઈન્સ બંદ રહેવાના લીધે ૧ હજાર પરિવાર ના રોજગાર પર અસર*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ને દેશ-વિદેશોમાં શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે અને વાઈટ ડાયમંડ તરીકે પ્રસિદ્ધ માર્બલ ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે અંબાજીનો માર્બલ દેશ-વિદેશોમાં દૂર દૂર સુધી પ્રસિદ્ધ છે અંબાજીનો માર્બલ રામ જન્મભૂમિ હોય કે નાના મોટા મંદિરોમાં અંબાજી થી માર્બલ મોટા પ્રમાણમાં દેશ વિદેશમાં જતો હોય છે જ્યારે અંબાજી માં બિપારજોય ની અસર માર્બલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે એશિયા નો સૌથી મોટા માર્બલ ઉદ્યોગ 4 દિવસ થી બિપરજોય વાવાઝોડા ના કારણે થપ પડ્યો છે સતત વરસતા વરસાદના લીધે માર્બલની માણસોમાં પાણી ભરાયા છે અને જેના કારણે માર્બલે ની માઈન્સો બંદ રહેવાના લીધે 1 હજાર કરતાં વધુ પરિવાર ના રોજગાર પર અસર પડી છે અને માર્બલ ની મોટી મોટી માઇન્સઓ સુની પડી રહી છે હવે જોવાનું રહ્યું બિપરજોય વાવાઝોડા ની અસર ક્યારે ધીમી પડે છે અને માર્બલ માઈસોમાં કામદારો ફરી તેમના ધંધા રોજગાર ઉપર જોવા મળશે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230618_194130.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *