ગીરગઢડાના ઉમેદપરા ગામની ઓરડીમાં મહાકાય મગરનું રેશ્ક્યું…
ગીરગઢડાના ઉમેદપરા ગામે રહેણાંક વિસ્તારમાં એક ઓરડીમાં મગર આવી ચઢતા તેનુ વનવિભાગ ટીમે રેશ્ક્યુ કર્યુ હતું. તેમજ ઉનાના
ચાંચકવડ ગામની સીમ વાડીમાં આવેલ કુવામાં અજગર જોવા મળતા રેશક્યુ ટીમે મહામુસીબતે અજગરને કુવામાંથી બહાર કાઢવામાં
આવેલ હતો. આમ વનવિભાગ દ્રારા મગર તેમજ અજગરનું રેશક્યુ કરી પાંજરામાં પુરી સલામત સ્થળે મુક્ત કરેલ છે.
ગીરગઢડાના ઉમેદપરા ગામમાં રહેતા રમેશભાઇ નાનજીભાઇ વઘાસીયાના મકાનની ઘાસચારાની ઓરડીમાં એક મહાકાય મગર ઘુસી
આવેલ હોય ઘાસ ઉપાડતા મગર નજરે પડતા ગભરાઇ ગયા હતા. અને તેની જાણ તાત્કાલીક વનવિભાગને કરતા રેશ્ક્યુ ટીમ ઘટના
સ્થળે દોડી જઇ મગરનું મહામુસીબતે રેશ્ક્યુ કરી પાંજરામાં કેદ કરી સલામત રીતે લઇ જઇ જંગલમાં મુક્ત કરેલ.
તેમજ ઊનાના ચાંચકવડ ગામે ખેતીની જમીન ધરાવતા મેનશિભાઇ દાનાભાઇની વાડીમાં આવેલ પાણીના ૩૦ ફુટ ઉડા કુવાની
ભેખડમાં એક મહાકાય અજગર બેઠો હોય માલીકને અચાનક અજગર નજરે પડ્યો હતો. જેથી તાત્કાલીક વનવિભાગને કરી હતી.
અને વનવિભાગની રેશ્ક્યુ ફોરેસ્ટ ટીમ સ્થળ પર દોડી ગયેલ હતા. અને કુવામાં ખાટલાની ચારેય તરફ દોરડા બાંધી કુવામાં વનકર્મીએ
પાંજરૂ અંદર ઉતારી મહાકાય અજગરનું રેશ્ક્યુ કરવામાં આવ્યુ હતું. અને અજગરને સલામત રીતે કુવાની બહાર કાઢી જંગલમાં મુક્ત
કરવામાં આવેલ હતો.


