Delhi

શિલ્પા શેટ્ટીની પોલીસ ફોર્સમાં ઈશા તલવારનો સમાવેશ કરવામાં આવ્યો

નવીદિલ્હી
ઓટીટી પ્લેટફોર્મ પર બહુ ઝડપથી લોકપ્રિય થઈ રહેલાં એક્ટર્સમાં ઈશા તલવારનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં ડિમ્પલ કાપડિયા સાથે સાસ બહુ ઔર ફ્લેમિંગોમાં નજરે પડેલી ઈશા તલવારને બે બહુચર્ચિત વેબ સિરીઝમાં રોલ મળ્યા છે. પંકજ ત્રિપાઠી સાથેની મિરઝાપુર ૩ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે ત્યારે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સની કાસ્ટમાં શિલ્પા શેટ્ટીની સાથે ઈશા તલવારનો પણ સમાવેશ થયો છે. રોહિત શેટ્ટીની પહેલી વેબ સિરીઝ ધ ઈન્ડિયન પોલીસ ફોર્સનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તેમાં રોહિત શેટ્ટી ફિલ્મોની જેમ વેબ સિરીઝમાં પણ પોલીસ યુનિવર્સ ઊભું કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલહોત્રા તેમાં લીડ રોલ ધરાવે છે. એક્શન અને થ્રિલરથી ભરપૂર આ સિરીઝમાં સમાવેશ અંગે ઈશાએ જણાવ્યું હતું કે, ધ ઈન્ડિયન પોલીસ ફોર્સ અંગે ઘણો હાઈપ ઊભો થયેલો છે. રોહિત શેટ્ટીની આ સિરીઝમાં રોલ મળે તેવી દરેક એક્ટરની ઈચ્છા છે અને તેનો હિસ્સો બનવાની તક મળશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું. રોહિત શેટ્ટી ઓટીટીમાં પહેલી વાર ડાયરેક્શન કરી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટમાં તક મળતાં ખૂબ ખુશ છું. ઈશાએ રોહિત શેટ્ટીના વખાણ કરતાં કહ્યું હતું કે, સેટ પર રોહિત શેટ્ટી જ હીરો હોય છે. તેઓ ખૂબ ઓછું બોલે છે, પરંતુ ફિલ્મની જેમ વેબ સિરીઝના સેટ પર પણ દરેક સભ્ય શિસ્તમાં રહે છે. ૨૫૦ સભ્યોની હાજરીના કારણે સેટ પર લગ્ન જેવો માહોલ હોય છે અને અલગ-અલગ વિભાગમાં બધા કામ કરતા હોય છે. પોતાના રોલ અંગે વધુ વાત કરવાના બદલે ઈશાએ તેને સરપ્રાઈઝ ગણાવી હતી. લાંબા સમયથી રાહ જાેવાઈ રહી છે તેવી વેબ સિરીઝ મિરઝાપુર ૩ જૂન મહિનામાં રિલીઝ થવાની છે. ઈશાએ તેમાં મુન્ના ભૈયાની વિધવા માધુરી યાદવનો રોલ કર્યો છે. થોડા સમય પહેલા ડિમ્પલ કાપડિયા સાથે સાસ બહુ ઔર ફ્લેમિંગોમાં ઈશા જાેવા મળી હતી. આમ, ઓટીટીના સૌથી વધુ વ્યસ્ત એક્ટર્સમાં ઈશાનો સમાવેશ થાય છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *