Gujarat

બાગાયતી નર્સરી સ્થાપવા માટે  ખેડુતોને રૂ. ૨.૨૭ લાખ સુધીની સહાય મળવાપાત્ર અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિના  ખેડૂતોને રૂા. ૨.૬૨ લાખ સુધીની સહાય મળવાપાત્ર  ૧૯ જુલાઈ સુધીમાં આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકાશે           

રાજય સરકારની સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજનાની સહાય મેળવવા માંગતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો તા. ૧૯/૦૭/૨૦૨૩ સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) પર અરજી કરી શકશે.
           આ યોજનામાં નાના પાયે ૨૦૦ થી ૫૦૦ ચો.મી ( ૨થી ૫ ગુંઠા) વિસ્તારમાં નર્સરી બનાવવાની રહેશે. જેમાં જી.આઇ પાઇપવાળા સ્ટ્રકચર સાથે નેટ/પ્લાસ્ટિક યુ.વી. અથવા બંનેનો સમન્વય કરી તેમજ જરૂરી સાધનો જેવા કે, પ્લગ ટ્રે, મીડીયા, પ્લાસ્ટિક બેગ, હેન્ડ ટુલ્સ, ટ્રોલી, કેરેટસ્ અને પિયતની સગવડ કરવાની રહેશે. સ્ટ્રકચર બાંધકામ અંગેની મંજુરી મળ્યેથી ૯૦ દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે. મહિલાઓ, નાના સિમાંત ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવશે. જે ખેડૂતો બાગાયત ખાતાની આ સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોકત જણાવેલ સમયગાળા દરમિયાન ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ પંચાયત કેન્દ્રમાં વીસીઇ મારફત અથવા ખાનગી ઇન્ટરનેટ સોર્સ મારફત પોતાના ૭/૧૨ અને ૮-અના તાજા પુરાવા, આધારકાર્ડ, આધારા લિન્ક બેન્ક ખાતાની વિગત તેમજ જાતિના દાખલાની વિગત સાથે સમયસર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો અરજી કર્યા બાદ દિન-૭માં નાયબ બાગાયત નિયામકની કચેરીએ રૂબરૂ જમા કરાવવા આથી જણાવવામાં આવે છે.
            આ યોજના અંતર્ગત યુનિટ કોસ્ટ રૂા. ૩, ૫૦,૦૦૦, નર્સરી સ્ટ્રકચર રૂા. ૩,૦૦,૦૦૦ એકમ (૫૦૦ચો.મી./ ૫ ગુંઠા વિસ્તાર માટે), સ્ટાર્ટર કીટ રૂા. ૫૦,૦૦૦ એકમ સહાયનું ધોરણ              સામાન્ય ખેડૂતોને ખર્ચના ૬૫ ટકા અથવા મહત્તમ રૂા. ૨,૨૭, ૫૦૦ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ૭૫ ટકા અથવા મહત્તમ રૂા. ૨,૬૨,૫૦૦ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ લાભાર્થી દીઠ અને ખાતાદીઠ આજીવન એક જ વાર મળવાપાત્ર થશે.
             વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, એસ-૧, બીજો માળ, જી્લા સેવાસદન, છોટાઉદેપુરના ઇ-મેલ ddhchhotaudepur@gmail.com અને ટેલિફોન નંબર ૦૨૬૬૯-૨૩૨૬૨૫ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *