ઊના તાલુકામાં અલગ અલગ હાઇવે રસ્તાઓ પર દિનપ્રતિદીન અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે ઉના દેલવાડા રોડ પર બે
બાઇક વચ્ચે જોરદાર ભટકાતા બન્ને બાઇક ચાલક યુવાનોને શરીના અલગ અલગ જગ્યાએ ઇજા પહોચી હતી. આ અકસ્માત સર્જાતા
રસ્તા પર લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયેલ અને તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮ માં ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ સરકારી
હોસ્પીટલે બાદમાં ખાનગી હોસ્પીટલે રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
ઉના દેલવાડા રોડ પર આવેલ વિદ્યાનગર પાસે બાઇક ચાલક કાનજીભાઇ વંશ રહે. ખાપટ તેમજ નવાજ સબીરભાઇ મેર રહે.
નવાબંદર આ બન્ને બાઇક ચાલક નં.જીજે. ૩૨ ક્યુ ૭૪૬૩ તેમજ જીજે. ૩૨ એચ ૪૯૧૭ બાઇક વચ્ચે જોરદાર ભટકાતા
અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને બાઇક ચાલકને ઇજા પહોચી હતી. જ્યારે બન્ને બાઇકની પાછળ બેઠેલાને સામાન્ય ઇજા થઇ
હતી. જ્યારે કાનજીભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા ઘટના સ્થળ પર લોહીલોહાણ હાલતમાં ઢળી પડતા રસ્તા પરથી
પસાર થતા લોકો એકત્ર થઇ ગયેલા અને તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા અશ્વિનભાઇ ચાવડા તેમજ મયુરભાઇ ખંભાયત
ઘટના સ્થળે દોડી જઇ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યાથી વધુ
સારવાર માટે ખાનગી હોસ્પીટલે રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.


