અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાન અમદાવાદથી આવેલી દીદી નેહા અને દીદી નંદિની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતા ઝોનલ હેડ સુશ્રી કવિતા ઠાકુરે કરી હતી. અમદાવાદ ઝોનલ ઓફિસ, પ્રાદેશિક કચેરી, અમદાવાદ, પ્રાદેશિક કચેરી, ગાંધીનગર, ઝોનલ સ્ટાફ તાલીમ કેન્દ્ર, મુખ્ય આંતરિક ઓડિટરની કચેરીના સ્ટાફ સભ્યોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુખ્ય અતિથિએ સ્ટાફ મેમ્બરો સમક્ષ સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને તેમના રોજિંદા કામકાજના જીવનમાં તણાવના કારણોને ટાળવા વ્યવહારુ સૂચનો આપ્યા હતા. યોગ દિવસ નિમિત્તે દરેકને શુભકામનાઓ પાઠવતાં ઝોનલ હેડ તેમને આ દિવસના મહત્વ વિશે માહિતગાર કર્યા હતા અને વર્તમાન સમયના સંદર્ભમાં શારીરિક યોગ અને માનસિક યોગની આવશ્યકતા સમજાવી હતી. કાર્યક્રમનું સંચાલન સિનિયર મેનેજર રાજભાષા શ્રી અર્પણ બાજપાઈએ કર્યું હતું.


