છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરે જિલ્લાના નાયબ મામલતદાર અને સર્કલ ઓફીસરની બદલીઓ કરી છે . 18 જેટલા નાયબ મામલતદાર અને સર્કલની બદલીનો હુકમ કર્યો છે.છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરે ગઈકાલે જિલ્લાના અલગ અલગ તાલુકાની કચેરીઓમાં ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા 18 જેટલા નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરની વહીવટી કારણોસર બદલી કરવાનો હુકમ કર્યો છે.જિલ્લામાં કેટલીક જગ્યાએ ઘણા વર્ષોથી નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરે એક જ જગ્યાએ ફરજ બજાવતા હતા. ગુજરાત સરકાર દ્વારા એક જ જગ્યાએ ચાર વર્ષ કરતા વધુ સમયથી ચીટકી રહેલા આવા અધિકારીઓની બદલી કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસંધાને જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ દ્વારા ગઈકાલે જિલ્લાના 18 નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરની બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
