Gujarat

ઊના સ્વામિનારાયણ ગુરૂકુળમાં વિશ્વયોગ દિનની ઉજવણી થઈ…

ઊના તાલુકા યોગ દિનની ઉજવણી સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામીજીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. જેમાં ઊના મામલતદા૨
ખાંભરા તથા જીલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, પોલીસ વિભાગ, મામલતદાર કચેરીના હોદેદારો, પંચાયતના કર્મચારીઓ,
ગુરૂકુળના સંતો, આચાર્યો, શિક્ષકઓ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. દીપ પ્રાગટય થયું હતું. કાર્યક્રમના પ્રારંભે
વડાપ્રધાન અને મુખ્ય મંત્રીના ટીવી દ્વારા પ્રવચનનો દરેકે લાભ લીધો હતો. અને પ્રસન્નતા અનુભવી હતી. છેલ્લે યોગના મહત્વ
ઉ૫૨ પૂ.સ્વામીજી માધવદાસજી સ્વામીએ વકત્વય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક ચનિયારા સારી પેઠે કર્યુ. અને સૌનો
આભાર માન્યો હતો..
ઉના ગીરગઢડા તાલુકાના વિવિઘ શાળાઓ, કોલેજો તેમજ વનવિભાગ જશાધાર રેન્જના અધિકારી, ફોરેસ્ટ કર્મીઓ દ્વારા પણ
વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

-ઊનામાં-વિશ્વયોગ-દિનની-ઉજવણી-થઈ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *