હડિયાણા ગામે શ્રી ખભલાવ માતાજીના મંદિર ખાતે અન્ય જુના મંદિર પાડી ને નવારૂપરગ સાથે તૈયાર થનાર મંદિર નું નવનિર્મિત મંદિરના શીલા પૂજન નું મંગળ મુહૂર્ત અષાઢ સુદ (૫) ને તા.23.06.2023 ને શુક્રવાર ના રોજ ભવ્ય પૂજન વિધિ નવચંડી હોમહવન સાથે નવનિર્મિત મંદિર ના પૂજનવિધી 6 જેટલા યજમાન નોએ લાભ મેળવેલા મુખ્ય યજમાન ભાગ્યશાળી દમતીએ અને સાથી યજમાન દમતીઓએ આ ભગીરથ કાર્ય માં લાભદાયી ફળ મેળવ્યું છે. અને આમા અન્ય યજમાન નોએ પોતાના ભાગ્ય માટે પૂજનવિધી માં આશરે 50 સોનાઇટ ના દાતા અને આશરે 25 ચાંદી ઇટ ના દાતા આશરે ટોટલ 75 જેટલા દાતાઓ તરફથી દાન મળ્યું છે. અને આ કાર્ય ખુબજ ભાવ પૂર્વક અને શ્રદ્ધા પૂર્વક ભગીરથ કાર્ય સંપૂર્ણ થયું છે. અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધા લોકોનું મહાપ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખભલાવ માતાજી ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રસ્ટીશ્રીઓ માં પ્રમુખશ્રી નેનેશ એસ.રાવલ. વિપુલભાઈ વ્યાસ.પકજભાઈ ડી. વ્યાસ.જતીનભાઈ રાવલ. ચંદ્રકાન્ત ભાઈ રાવલ. પકજભાઈ રાવલ.ઇલાબેન રાવલ. અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. અને આ કાર્યમાં શ્રી ખભલાવ માતાજી મિત્ર મંડળ દ્વારા પણ ખુબજ સાથ સહકાર મળ્યો છે. તમામ લોકોને શ્રી ખભલાવ માતાજી ટ્રસ્ટી ઓ દ્વારા ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે…………………………
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………….


