Gujarat

બોડેલી  પાવીજેતપુર હાઈવે પર બેફામ ચાલતી સરકારી બસ નો ચાલક  રોડ પર બેફામ ડ્રાઇવિંગ થી  બાઇક ચલાકોને અકસ્માત નો ભય 

બોડેલી થી પાવીજેતપુર થી છોટાઉદેપુર બસ ચાલકો બેફામ બસ ચલાવતા બાઈક ચાલકો માં અકસ્માત થવાનો ભય જોવા મળી રહ્યો છે
છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી થી પાવીજેતપુર વચ્ચે બસ ચાલકો ખૂબ જ બેફામ ડ્રાઇવિંગ કરતા નજરે ચડે છે જેને લઇ બાઈક ચાલકોમાં ભારે ડર નો માહોલ સર્જાયો છે આડેધડ બસ ચલાવતા અકસ્માત થવાની સંભાવનાઓ થાય છે આમ તો આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા કાયમ માટે રહે છે અને પછી બસ ચાલકો ઓવરટેક મારતા સમયે સામે બાઇક આવે છે કે કોઈ સાધન આવે છે એ બાબતનું ધ્યાન પણ રાખતા નથી જેને લઇ બાઈક ચાલકો સાયકલ ચાલકો માં ભારે રોષ જોવા મળ્યો છે
હાલ જ છોટાઉદેપુર થી જોડિયા જતી બસ  ના ડ્રાઈવર દ્વારા એક વ્યક્તિને બસ દ્વારા ઓવરટેક મારતા સમયે સામેથી બાઈક લઈને આવતી વ્યક્તિને રોડની નીચે ઉતારી દેવામાં આવ્યા જેથી કરી તે વ્યક્તિ દ્વારા પીછો કરી બોલા બોલી ન પ્રશ્ન પણ થયો હતો જેને લઇ લોક માગ ઉઠી છે કે આવા ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230627-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *