ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જાહેર બાંધકામ વિભાગ અને એમ.જી.વી.સી.એલ. ની કાર્યપધ્ધતિને કારણે છોટાઉદેપુર બારીયા- રોડ ઉપર બીજ નીચેના માર્ગે છેલ્લા બે વર્ષથી સર્વીસ રોડ બનાવવા માટે માંગણી મંજુર થયેલી છે. આ સર્વિસ રોડના માર્ગમાં વચ્ચે આવતા વીજપોલ અવરોધક બને છે, જેથી બાંધકામ વિભાગ તરફથી સર્વીસ રોડ બનતો નથી. વીજ પોલ હટાવવા બાબતે માર્ગ અને મકાન વિભાગ તથા મધ્ય ગુજરાત વીજ કંપની વચ્ચે છેલ્લા બે વર્ષથી પત્રવ્યવહાર થાય છે, ખરેખર બ્રીજની સામેની જગ્યાએ પોલ નાખવામાં આવે તો બધાને માંગણી પ્રમાણેનુ પુરેપુરી સુવીધાઓ પ્રાપ્ત થાય તેમ છે. જેથી સૌને સાથે રાખી સમાનકારી નિર્ણય તાત્કાલીક લઈને વીજ પોલ નાખવા માટે જગ્યા સુનિશ્ચિત કરી આપવા મારી ભલામણ છે એમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ લખેલા પત્રમાં જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
