ધ્રાંગધ્રા :
આજરોજ ધ્રાંગધ્રા ખાતે સામુહિક ખાદી ખરીદી કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ખાદી ફોર નેશન – ખાદી ફી ફેશન ના સરકારના કાર્યક્રમ અંતર્ગત વણાટ ક્ષેત્રે કાર્યરત જરૂરિથાતમંદ લોકોને રોજગારી મળી રહે અને આત્મનિર્ભર ભારતના ભાગ રૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુ સામુહિક ખાદી-ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ ઉમદા વિચાર માં સ્વામી વિવેકાનંદ સ્કૂલ નાં સૌ શિક્ષકો સાથે અન્ય ખાનગી શાળા નાં શિક્ષકો અને સંચાલકો પણ જોડાયા હતાં.
આ તકે શિક્ષક સમુદાયે ખુશી સાથે ખાદી ખરીદી કરી જણાવ્યું હતું કે ખાદી થકી આત્મ નિર્ભર અભિયાન ને બળ મળે સાથે આપડી પુરાતન સંસ્કૃતિ નો ભવ્ય વારસો અકબંધ રહે એ સામાજિક સમરસતા અને મજબૂત રાષ્ટ્ર્ર માટે જરૂરી છે.


