અમદાવાદ
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મોટો ધડાકો કર્યો છે. ભાજપના કોર્પોરેટર લાંચ માંગી રહ્યા છે તેવો આરોપ આપના નેતા ઈસુદાન ગઢવી દ્વારા લગાવવામા આવ્યો છે. આ વિશે ઈસુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા આક્ષેપ મૂક્યા છે. ઈસુદાન ગઢવીએ આજે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, સુરતના ભાજપા મહિલા કોર્પોરેટર બાંધકામ માટે એક વ્યક્તિ પાસેથી ૪૦ હજાર રૂપિયાની લાંચ માંગે છે. ચાર કોર્પોરેટર દીઠ ૪૦ હજાર એટલે ૧ લાખ ૬૦ હજાર રૂપિયાની લાંચ માંગે છે. આમ, દોઢ લાખની માંગણી કરી વાત પતાવવા દાવો કરે છે.સુરત મનપાના વોર્ડ નંબર ૨૯ ના ભાજપના કોર્પોરેટર વૈશાલીબેન પાટીલ પોતાના વિસ્તારમાં બાંધકામ કરવા માટે પોતાની પેનલના કોર્પોરેટર દીઠ ૪૦-૪૦ હજાર રૂપિયાની લાંચ માંગે છે એટલે કે ૧.૫ લાખ રૂપિયા લાંચ માંગે છે.આપના ઈસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, દોઢ લાખ રૂપિયા કોર્પોરેટરને આપવા સાથે અધિકારીને પણ ત્રણ લાખ રૂપિયા આપવા કહેવામાં આવે છે. ભાજપાના કોર્પોરેટરો અધિકારીઓને પણ બદનામ કરી રહ્યાં છે. પીડિત વ્યક્તિએ અમદાવાદ એસીબીમાં પણ ફરિયાદ કરી હતી. ૫ એપ્રિલે ફરિયાદ કરી હતી. પરંતું ફરિયાદ બાદ હજુ કોઇ એક્શન લેવાયું નથી. જાે વિપક્ષના કોઇ વ્યક્તિએ માત્ર ટ્વીટ કર્યું હોય તો તેની સામે ફરિયાદ થઇ ગઇ હોત. એસીબી અને ગૃહ વિભાગને વિનંતી કે સીટની રચના કરી આ મુદ્દાની તપાસ કરે. આમ આદમી પાર્ટી ભ્રષ્ટ્રાચારમાં ઝીરો ટોલરન્સની નીતિમાં માને છે. વીડિયોમાં સુરતમાં વોર્ડ નંબર ૩૯ના મહિલા કોર્પોરેટર વૈશાલી પાટીલે રૂપિયાની માંગ કરી હતી. વૈશાલી પાટીલ તેમના પતિ અને ભરત ભાઇ સામે એસીબીમાં ફરિયાદ કરાઈ હતી.તેમણે વધુમાં કહ્યું કે, આ વિડિયો એસીબીએ બરાબર સાંભળ્યો છે. ત્યારે આ બાબતે એસીબી તપાસ કેમ નથી કરતી. એસીબીએ એક વાર છટકું ગોઠવ્યું હતું પણ તેની જાણ ભાજપના કાઉન્સિલર અને ભરતભાઇને જાણ થતાં તે આવ્યા નહી. એસીબીના છટકાની જાણ ભાજપના કાઉન્સીલરને ખબર કેમ પડી તેવો આરોપ આમ આદમી પાર્ટીએ કર્યો છે.


