Gujarat

અષાઢે નાઘેર હરખાયુ સમગ્ર પંથકમાં ૫ ઇંચ વરસાદ….

સવારે ૧૦ વાગ્યાથી મેઘરાજા એ હેત વરસાવ્યું,, ૬ કલાકમાં ૫ ઇંચ વરસાદ વરસતા તાલુકો પાણીમય…
ઉના તાલુકામાં બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે ઉના પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ધોધમાર વરસાદ વરસતા
રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઊના પંથકમા વહેલી સવારથી વરસાદ ધીમીધારે બાદ દશ વાગ્યાથી પવન
સાથે અનરાધાર વરસાદ વરસતા રહેણાંક વિસ્તારોમાં, બજારો તેમજ મુખ્ય રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા
મળ્યા હતા..
ઉના ગીરગઢડા પંથક તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે.
શહેરમાં અને સમગ્ર તાલુકામાં ૫ ઈંચ જેટલો વરસાદ વરસતા બજારો, શેરીઓમાં પાણી જોવા મળી રહ્યા હતા.  ત્યારે સવારથી
બપોર સુધી ૬ કલાકમાં ૫ ઇંચ વરસાદ વરસી ગયો હતો. અને વરસાદથી સમગ્ર પંથકમાં ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે.
ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા. જાણે ખેતરોમાં પાણી ભરાતા તળાવો જેવા દ્રશ્યો તો બીજી તરફ રસ્તાઓ ભરાયા
હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉનામાં ૫,
ગીરગઢડા ૪, દેલવાડા, મોઠા ૩, સનખડા, ગાંગડા, ઉંટવાળા, ખત્રીવાડા, પસવાળા, સામતેર, કાણકબરડા, રોમશ્વર, ઉમેજ,
ધોકડવા, નીતલી, વડલી, નગડીયા, સણોસરી બેડીયા, જરગલી, વડવિયાળ, સહિતના ગામડામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. અને
વરસાદથી નદી નાળા છલકાતા નવાનિર આવ્યા હતા. તો બીજી તરફ ઠેર ઠેર વરસાદના પાણી જોવા મળેલ વરસાદના પગલે
ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે…
બોક્ષ્ – ચાલુ વરસાદે ધારાસભ્યએ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી…
ઊનામાં ભારે વરસાદના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તેવા સ્થળો પર ચાલુ વારસાદમાં ધારાસભ્ય કે સી
રાઠોડે જાત નિરીક્ષણ કરી પાણીના નિકાલ માટેની પોતે લોકોની વચ્ચે જઇ હાથમાં ત્રીકમ લઇ પાણીના નિકાલની વ્યવસ્થા કરી આપી
હતી. આમ ધારાસભ્યની પ્રસંશનીય કામગીરીને સૈ લોકોએ બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *