ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગીરમાંથી પસાર થતી રાવલ તેમજ મચ્છુન્દ્રી ડેમ 90 ટકા ભરાય જતાં તમામ
નદી-નાળાઓ છલકાયા હતા. જેથી અનેક ગામો પણ સંપર્ક વિહોણા બની ગયેલ હતાં. પરંતું ઉના તાલુકાના ખત્રીવાડા ગામેથી પસાર
થતી રૂપેણ નદી તેમજ રાવલ નદીમાં ઘોડપૂર આવતા ગામ સંપર્ક વિહોણું થયું હતું. ત્યારે આજે ગામ લોકોને સનખડા તેમજ ત્યાંથી
જવાતા તમામ રસ્તા પર પાણી ફળી વળતા ગામ લોકોની અવર જવર ઠપ થઈ હતી.
ત્યારે ખત્રીવાડા ગામમાં એક યુવાનનું મૃત્યું નીપજેલ હોય તેમની અંતિમયાત્રા સ્મશાને લઈ જવાં માટે મુશ્કેલી પડતા અંતે ગામજનો
દ્વારા અંતિમયાત્રા ખેતરોમાંથી નિકળી જાળી જાખરા માંથી પસાર થઈ મહામુસીબતે નજીકના અમરેલી જિલ્લાના વડલી ગામે
પહોચ્યા હતા. ત્યાથી ટ્રેકટર મારફતે નજીકના ટીંબી ગામની સ્મશાન ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગામજનો અને આગેવાનો એ
આ અંતિમયાત્રા સ્મશાને લઈ જવામાં ભારે મુશ્કેલી પડી હતી.
ખત્રીવાડા ગામના સરપંચ જીતેન્દ્રભાઇ શિયાળએ જણાવેલ હતું કે હાલ ખત્રીવાડા ગામની નદીમા ધીમે ધીમે ઓછું થઈ રહ્યુ છે. પરંતું
વરસાદના ભારે પાણીથી ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી હતી. જોકે હાલ ખત્રીવાડા ગામના તમામ રસ્તા પર પાણી ફળી વળતા
ગામ કોઈ અવર જવર કરી શકતા નથી. અને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો..


