રાજકોટ
રાજકોટમાં એક યુવકે આજીડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં એક યુવકે આજી ડેમમાં કૂદીને આત્મહત્યા કરી હતી. યુવકે આત્મહત્યા કરતા પહેલા વીડિયો બનાવ્યો હતો અને તે કેમ આપઘાત કરી રહ્યો છે તે પાછળનું કારણ પણ જણાવ્યું હતું. વીડિયોમાં યુવક કહી રહ્યો છે કે તે ઓનલાઇન તીન પત્તી ગેમમાં એક લાખથી વધુની રકમ હારી ગયો હોવાના કારમે આત્મહત્યા કરવા જઇ રહ્યો છે. એટલું જ નહી માત્ર આ જ કારણ નહિ અન્ય પણ કેટલાક કારણોને લઈને આપઘાત કરતો હોવાનું યુવક વીડિયોમાં કહી રહ્યો છે. યુવકે વીડિયોમાં અંતમાં કહ્યું હતું ૈં ર્ઙ્મદૃી અર્ે મમ્મી પપ્પા. વીડિયો વાયરલ થયા બાદ ફાયર બ્રિગેડે યુવકના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી.રાજકોટમાંથી એક વધુ એક શંકાસ્પદ મોતીની ખબર સામે આવી છે, તાજેતરમાં જ રાજકોટ એક વ્યક્તિની ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના ઘટી છે, માહિતી છે કે, રાજકોટના ઢેબર રૉડ ગીતા નગર પાસે એક વ્યક્તિએ ઝાડની ઉપર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ સ્થાનિકોએ આ આત્મહત્યાની ઘટના અંગે જાણ કરી હતી, પોલીસે તપાસ કરતાં મામૂલ પડ્યુ કે જે વ્યક્તિએ ગળાફાંસો ખાઇને જીવન ટુંકાવ્યુ છે, તે પરપ્રાંતિય હોઇ શકે છે. જાેકે, હજુ સુધી મૃતક અંગે પુરેપુરી માહિતી મળી શકી નથી.
