Gujarat

૯ સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના ૧૯૮ રોડ વરસાદના કારણે બંધ

ગાંધીનગર
રાજયમાં ભારે વરસાદના પગલે કુલ ૨૧૮ રસ્તા બંધ કરવામાં આવ્યાં છે. ૯ સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના ૧૯૮ રોડ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં ૬૭ માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ ૩૨ રૂટ રદ કરાયા છે. ૩૨ રૂટની ૧૦૪ ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઉનાની રૂપેણ અને માલણ નદીમાં પૂર આવ્યું છે. નદી બે કાંઠે વહેતી થઇ છે. ખત્રીવાડા ગામના કોઝવે પર પણ નદીના પાણી ફરી વળ્યા છે. સનખડાથી ખત્રીવાડા તરફનો રસ્તો બંધ થયો છે. વાહન વ્યવહાર ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગીર સોમનાથમાં ગીર ગઢડામાં મૂશળધાર વરસાદના કારણે ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના વધુ ૨ દરવાજા ખોલવામાં આવતા ઉનાના ૧૯ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *