શિક્ષણ થકી દેશના બાળકોનું ભવિષ્ય ઉજળું થાય તે માટે સરકાર અને સહયોગી સંગઠનો સાથે મળી કામ કરી રહ્યા છે. ગામડાં અને શહેરોમાં વસતા બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઉમદા જીવન માટે સરકાર સાથે કોર્પોરેટ ક્ષેત્ર જાેડાતા નવા પરિણામો સર્જાયા છે.
ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેશ કોયાની ઉપસ્થિતિમાં બોરીજના નવાપરા પ્રાથમિક શાળા ખાતે ગાંધીનગર જિલ્લાના ૭૦ જરૂરતમંદ બાળકોને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબીલીટી (ઝ્રજીઇ) અંતર્ગત ઝ્રઅહ્વટ્ઠખ્તી ર્જીકંુટ્ઠિી ઁદૃં ન્ંઙ્ઘ કંપનીના ટ્રસ્ટ ઝ્રઅહ્વટ્ઠખ્તી છજરટ્ઠના સહયોગથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર હિતેશ કોયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જરૂરતમંદ બાળકોને માટે કરાતા સેવાકીય કાર્યની પ્રસંશા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જરૂરતમંદ બાળકોની કાળજી માટે વિશેષ પગલાં ભર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આવા જરૂરતમંદ ગરીબ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની ચિંતા કરીને આ માટે ખાસ તકેદારી રાખી છે. ખાસ કરીને આવા બાળકોના કુટુંબ માટે આયુષ્માનકાર્ડ, શ્રમિક કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ વગેરે કાઢી આપવા માટે કેમ્પનું પણ આયોજન કરાયું છે.
કાર્યક્રમમાં ઝ્રઅહ્વટ્ઠખ્તી ર્જીકંુટ્ઠિી ઁદૃં ન્ંઙ્ઘ કંપનીના અગ્રણી પ્રણવ જાેષીએ જણાવ્યું હતું કે સમાજના ઉત્કર્ષ માટે અને શિક્ષણનો વ્યાપ વધારવા માટેનો કંપનીનો આ નમ્ર પ્રયાસ છે. કંપનીના નાના એવા સહયોગથી ભણવા માંગતા બાળકોને બળ મળી રહેશે. કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ બાળકોને સ્કૂલ બેગ, નોટબુક અને કંપાસ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એન. પ્રજાપતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સંજય દેસાઇ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સંજય પટેલ, ઝ્રઅહ્વટ્ઠખ્તી ર્જીકંુટ્ઠિી કંપનીના વાઇસ પ્રેસિડન્ટ શ્રી રોનક લાલવાણી, બોરીજ નવાપરા પ્રાથમિક શાળાના આચાર્ય જવાહર બોરડ સહિત બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


