Gujarat

છોટાઉદેપુર જિલ્લાના રાઠવા-કોળીને આદિવાસીના રાઠવા જાતિ સાથે સમાવેશ કરવા માગ કરવામાં આવી, બક્ષીપંચ યાદીમાંથી કાઢી નાખવા સાંસદનો સીએમને પત્ર,કેબિનેટ મીટિંગમાં ઠરાવ મંજૂર કરવા માંગની કરવામાં આવી

છોટાઉદેપુર રાજ્યસભા સાંસદ અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હક માટે માગ કરી છે. અને જિલ્લામાં વસતા રાઠવા – કોળી અને કોળીને બક્ષીપંચની યાદીમાંથી કાઢી આદિવાસીના રાઠવા જાતિની સાથે સમાવેશ કરવા કેબિનેટ મીટિંગમાં ઠરાવ મજૂર કરવામાં આવે આ પત્રમાં રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાએ જણાવ્યું છે કે છોટાઉદેપુર વિસ્તારના રાઠવા જાતિના આદિવાસી સમાજના લોકોને રાઠવા જાતિના દાખલા મેળવવા ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરવા પડે છે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી જ્ઞાતિના દાખલા મેળવવા માટે તમામ પુરાવો આપી દાખલા મેળવવાની પ્રક્રિયા ચાલુ હતી પરંતુ તે બાબતે આદિજાતિ વિભાગના વિશ્લેષણ તરફથી અભિગમ અપાતો નથી. કારણ કે તમારા આદિવાસી છોટાઉદેપુર વિસ્તારના રાઠવા કોળી અને કોળીને ગુજરાત સરકારના અગાઉ પરિપત્ર અને સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગરના 1 એપ્રિલ 1978 તેમજ 1982 ના પરિપત્રમાં દર્શાવ્યા મુજબ રાઠવા કોળી અને કોળી બક્ષીપંચ જ્ઞાતિમાં સમાવેશ કરેલ છે જેથી ઉપરોક્ત પરિપત્રમાં વિસંગતતા ઊભી થયેલ છે બક્ષીપંચ યાદીમાંથી દૂર કરવા સરકાર તરફથી નિર્ણય આવેથી આદિવાસી સમાજના જાતિના દાખલા આપવામાં સરળતા રહેશે,સાંસદ નારણભાઇ રાઠવાએ જરાવ્યું હતું. કે બક્ષીપંચમાં જે જ્ઞાતિ નાખેલી છે તેને કઢાય નહીં ત્યાં સુધી આદિવાસી જાતિમાં રાઠવા કોળી અને કોળીને ઉમેરાવાનું નથી. જ્યારે દાખલા મેળવવામાં પણ આદિવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે દૂર થાય તે અંગે તાત્કાલિક પગલાં ભરવા જરૂરી છે. હાલ લોકસભાની મુદત પૂર્ણ થવાની છે તો વહેલી તકે આ બિલ મૂકવામાં આવે જરૂરી છે એમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230702_162228.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *