Gujarat

ઉનાના અંજાર ગામના યુવાનનો મૃતદેહ દીવના ઘોઘલા દરિયા કિનારા થી મળી આવ્યો…અસ્થિર મગજના હોય ઘરેથી નીકળી ગયાં બાદ મૃતદેહ મળ્યો..

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ભૂતનાથ મંદિર નજીક આવેલ દરિયા કિનારા પાસે મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ ઘોઘલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. અને પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કબ્જે કરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ મૃતકનાં ફોટા સોશ્યલ મીડિયા તથા ગુજરાત પોલીસ સ્ટેશન જાણ કરતા આ વ્યક્તિ ઉના તાલુકાના અંજાર ગામના હોવાનું જાણવા મળતા તેમના પરિવારની તપાસ કરી તેમને જાણ કરી હતી. અંજાર થી તેમના ભાઈ તથા પરિવારના વ્યક્તિઓ એ આવી તેમની ઓળખ કરી ત્યાર બાદ આગળની વધુ તપાસની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
મરનાર વ્યક્તિનુ નામ પુનાભાઈ ભોળાભાઈ
મકવાણા ઉ . વ. 38 વર્ષ અને તે અંજાર ગામના રહેવાસી છે તેમના પરિવારના જણાવ્યા પ્રમાણે તે અસ્થિર મગજના હતા. અને તે ગઈકાલે ઘરેથી નીકળી ગયાં હતાં. જેથી તેની શોધખોળ કરવા છતાં મળેલ ન હતા. જોકે દીવ પોલીસએ આ તમામ જાણકારી મેળવી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

IMG-20230703-WA0068.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *