સમગ્ર ગુજરાતમાં કુમારિકાઓ દ્વારા ગૌરીવ્રતની શ્રદ્ધાભેર ઊજવણી કરવામાં આવે છે. કુમારિકાઓ પાંચ દિવસ અલુણા ભોજન કરીમાં ગૌરીની ભક્તિભાવથી પુજન અર્ચન કરી વ્રત કરતી હોય છે. શ્રીજી ફાઉન્ડેશન દ્વારા ગૌરી વ્રતની ઊજવણી માટે સરદાર ગાર્ડન ખાતે પાંચ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દરરોજ સંગીત ખુરશી, ઉભી ખો જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી. પાંચેય દિવસ નગરના સરદાર બાગમાં કુમારિકાઓ માટે વિવિધ સ્પર્ધા,ગીત સંગીતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. છોટા ઉદેપુર નગરની વ્રત કરતી બાળાઓ ભારે ઉત્સાહથી વિવિઘ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. અને શ્રીજી ફાઉન્ડેશનના આયોજકો દ્વારા આ બાળાઓને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણ કરવામાં આવે છે. આજરોજ ત્રીજા દિવસે ફેશનશોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળાઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તેઓને સાંસદ ગીતાબેન રાઠવા એ શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. સુંદર અને ભવ્ય આયોજન માટે તમામ મહીલા મંડળો ભારે ઉત્સાહથી પરિશ્રમ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


