Gujarat

છોટાઉદેપુરમાં ગુરુપૂર્ણિમા નિમીત્તે બક્ષી પંચ મોરચા દ્વારા  સાંસદ ગીતાબેનના હસ્તે ચિલ્ડ્રન હોમ ખાતે ભૂલકાઓને ગિફ્ટ વિતરણ કરાઈ

છોટાઉદેપુર ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ છોટાઉદેપુર બક્ષીપંચ મોરચા દ્વારા છોટાઉદેપુર ચિલ્ડ્રન હોમ ખાતે રહેતાં બાળકોને સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે ગિફ્ટ વિતરણ કરવામાં આવી હતી. નાના કુમળા મનના બાળકોને ગુરુ પ્રત્યે આદર ભાવ જાગે અને ગુરૂ પૂર્ણિમાનું મહત્વ સમજે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકો ગિફ્ટ મેળવી ખુશખુશાલ જણાતા હતા. સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહીત ચાઈલ્ડ વેલ્ફર કમિટી ના મુકેશભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, બક્ષીપંચ મોરચાના આગેવાન ઉર્વીશ પંચોલી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકર રાઠવા, મેહુલભાઈ પટેલ તેમજ જીલ્લા તાલુકાના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ પણ આં બાળકોને ઉજ્જવળ ભવિષ્ય ની શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230703_211202.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *