Gujarat

બનાસકાંઠાનાં એસપી કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરે છે ઃ ગેનીબેન ઠાકોર

બનાસકાંઠા
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસ એમએલએએ એક ટ્‌વીટ કરી બનાસકાંઠા એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. બનાસકાંઠા એસપી રાજકીય હાથો બની કોંગ્રેસના કાર્યકરોને હેરાનનો કરતા હોવાનો આક્ષેપ ગેનીબેન ઠાકોરે કર્યો છે. એસપીના વિરોધમાં જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ગેનીબેને ઉચ્ચારી છે.આ સમગ્ર ઘટનાને લઈને ગેનીબેન ઠાકોર પત્રકાર પરિષદ કરશે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહે ટિ્‌વટને રિટિ્‌વટ કર્યું છે. આમ પ્રદેશ પ્રમુખ પણ તેમના સમર્થનમાં આવ્યા છે. હવે આવતીકાલે ગેનીબેન આ અંગે કેવા કેવા ખુલાસા કરે છે તે જાેવાનું રહ્યું. હાલમાં તો એસપી પર કરવામાં આવેલા આક્ષેપને લઈને રાજકારણ ગરમાયું છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *