Gujarat

રાણપુર-લિંબડી રોડ ઉપર આવેલ શ્રીજીવિદ્યાધામ ગુરુકુલ ખાતે ઉજવાયો ગુરુપૂર્ણિમા મહોત્સવ

સુરત,અમદાવાદ,વડોદરા,અમરેલી,જુનાગઢ સહીત અનેક શહેરોમાંથી હરીભક્તો પૂજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામીના આશિર્વાદ લેવા આવી પહોચ્યા

         ભારતીય સંસ્કૃતિ એટલે ગુરુ અને શિષ્યની સંસ્કૃતિ. આપણી ભારતીય હિન્દૂ સંસ્કૃતિની અંદર ગુરુનું અનેરું મહત્વ કહેવાયું છે. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શિષ્ય ગુરુનું પૂજન અને વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે.ત્યારે આ પાવન અવસરે બોટાદ જીલ્લાના રાણપુર-લિંબડી રોડ ઉપર શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કરમડ ખાતે પણ ભવ્ય રીતે આપણી સંકૃતિની પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી થઈ હતી. જેમાં પરમ પૂજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામીના આશીર્વાદ લેવા માટે બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવના યજમાન પદે કેનેડા નિવાસી ડો.અંકિતકુમાર પ્રફુલભાઈ સાવલિયા તથા સહ યજમાન નાનુભાઈ ક્યાડા રહ્યા હતા.આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક ગુરુવંદના નૃત્ય, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂજ્ય સ્વામીશ્રીનું પૂજન તેમજ સત્સંગ સભા સહીતના કાર્યક્રમો યોજાયા હતા.આ મહોત્સવમાં રાણપુર તથા ચુડા તાલુકાના કરમડ- ભૃગુપુર- છત્રીયાળા- બોડીયા – રાણપુર- જોબળા- કુંડલી – અલવ વગેરે ગામોમાંથી તથા સુરત- અમદાવાદ- વડોદરા – અમરેલી – જૂનાગઢ વગેરે વિસ્તારો માંથી ભક્તજનો પધાર્યા હતા તમામ ભક્તોએ સભાના અંતમાં ગુરુ પૂજન કરી ભાગવાનો પ્રસાદ લીધો હતો….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230703-WA0096.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *