આજ રોજ જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજી મંદિર આવેલું છે. તેમના મહંત શ્રી જગદેવદાસજી બાપુ તા.20.07.2016 ને અસાઢ વદ એકમ (૧) ના રોજ સાકેતવાસ થયેલ છે. તેમની 8 મી પુણ્યતિથિ નિમિત્તે હાલના મહંત શ્રી અવધેસદાજી મહારાજ શાસ્ત્રીજી ના ગુરૂભાઈ થાય છે. તેમની યાદ માં સાધુ સંતો નો ભંડારો અને રામ ધૂન રાખવા માં આવેલ છે. અને સાધુ સંતો નું અને અન્ય ભક્ત જનોનું મહાપ્રસાદ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડયા હતા………………………
રિપોર્ટર :: શરદ એમ. રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા……………..


