મકસુદ કારીગર,કઠલાલ
કે.એમ.પટેલ પ્રાથમિક શાળા મહુધા તથા વી.આર.પટેલ ઈંગ્લિશ સ્કુલ મહુધા ના સંયુક્ત ઉપક્રમે ગુરુપૂર્ણિમા ના પાવન પર્વે ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય હર્ષિત ભટ્ટ સહિત મહુધા કેળવણી મંડળના સહમંત્રી ભીખાભાઈ પટેલ, મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેકટર મહેશભાઈ.જી.પટેલ, બી.ડી.પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના આચાર્ય કમલેસ ભાઈ દવે તથા શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ શાળાના દિનેશભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના થી કરવામાં આવી હતી ત્યારબાદ બાળકો દ્વારા શાળાના શિક્ષકો અને આવેલ મહેમાન શ્રી નું તિલક કરી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્ય હર્ષિત ભટ્ટ સહિત તમામ મહેમાનો એ બાળકો ને ગુરુપૂર્ણિમા ના પાવન પર્વે ની માહિતી આપી હતી.
કાર્યક્રમ ના અંતમાં ભાવસાર રિદ્ધિ દ્વારા શાળાના આચાર્ય ને ગુરુપૂર્ણિમા નિમિત્તે પોતે જાતે બનાવેલ પેઈન્ટ આપી તેમના આર્શીવાદ મેળવ્યા હતા. ત્યારબાદ સૌ બાળકો ને મો મીઠું કરાવી રાષ્ટ્રગાન કરાવી છૂટા પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિઠ્ઠલભાઈ અને નૈનેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.


