Gujarat

ડાકોર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટર નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
 ડાકોર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કૈલાસબેન શર્મા વય મર્યાદા કારણે ફરજમુકત – નિવૃત્ત થતા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું
ડાકોર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેકટર સબ તરીકે ફરજ બજાવતા કૈલાસબેન શર્મા વય મર્યાદા કારણે ફરજમુકત – નિવૃત્ત થતા ખેડા જિલ્લા અને ડાકોર પોલીસ પરિવાર તરફથી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જિલ્લા પોલીસ અધિક્ષક  રાજેશભાઈ ગઢીયા અને નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ દ્વારા કૈલાસબેન શર્મા ને રાજા રણછોડ નો ફોટો આપીને સન્માન કર્યું હતું. સાથોસાથ પોલીસ પરિવાર તરફથી પણ કૈલાસબેન શર્મા નું સન્માન કર્યું હતું.
કૈલાસબેન શર્મા તારીખ 18/04/1989 માં ડાકોર મુકામે ફરજ પર હાજર થયાં હતાં અને તેજ દિવસે રાજા રણછોડજીના મંદિરે પૂરી આસ્થાથી માગ્યું હતું કે હાજર તારા ધામમાં થવ છું અને મને તારા ધામમાંથી જ નિવૃત્તિ અપાવજે એજ સંકલ્પ રાજા રણછોડજીએ પૂર્ણ કરી. તારીખ 30/06/2023 નાં રોજ કૈલાસબેન શર્મા એ પોલીસ ડિપાર્ટમેન્ટ માંથી નિવૃત્તિ લીધી હતી. તેમણે પૂરી નિષ્ઠાથી 34 વર્ષ અને 3 મહીના પોલીસ ડિપાર્ટમેન્ટ સમર્પિત કરીયા તે બદલ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ અને આખું પોલીસ પરિવારે કૈલાસબેન શર્મા ને આર્શીવાદ આપી અંતે સન્માન ની ભાવનાથી વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.

IMG-20230704-WA0041-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *