Maharashtra

પહેલી ડેટમાં જ ભાન ભૂલ્યા હતા વિજય અને તમ્મના

મુંબઈ
બોલીવુડની ફેમસ અભિનેત્રી તમન્ના ભાટિયા અને સાઉથ એક્ટર વિજય વર્માની લવ લાઈફ ખૂબ જ ચર્ચામાં છે. આ કપલ વેબ સીરિઝ લસ્ટ સ્ટોરીઝ ૨માં એકસાથે જાેવા મળ્યું હતું અને બંનેએ વેબ સિરીઝનું પ્રમોશન પણ જબરદસ્ત કર્યું છે. થોડાં સમય પહેલાં તમન્ના ભાટિયા અને વિજય વર્માએ એક ઈન્ટરવ્યૂમાં ફર્સ્ટ ડેટ બાબતે અનેક ખુલાસા કર્યા હતા. ઈન્ટરવ્યૂ દરમિયાન તમન્નાને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તે પહેલી ડેટ પર ઈન્ટિમેટ થઈ હતી? જેના જવાબમાં તમન્નાએ ના પાડી દીધી હતી. પરંતુ તમન્નાના બોયફ્રેન્ડ વિજય વર્માએ પહેલી ડેટ પર ઈન્ટિમેટ થવા બાબતે આખી કહાની જણાવી દીધી હતી. તમન્ના ભાટિયા અને વિજય વર્માએ એક સમાચાર એજન્સીને આપેલ ઈન્ટરવ્યૂમાં અનેક ખુલાસા કર્યા હતા. વિજય વર્માને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ પહેલી ડેટ દરમિયાન ઈન્ટિમેટ થયા હતા. જેના જવાબમાં તમન્ના ભાટિયાએ ના પાડી, પરંતુ વિજય વર્માએ કહ્યું હતું કે, ‘કદાચ તેમણે કર્યું છે. મારે પણ કરવું જાેઈએ.’ વેબ સીરિઝના નિર્દેશક સુજાેયને સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે, ‘એટલો ભાગ્યશાળી નથી.’ તેમનો આ જવાબ સાંભળીને તમામ લોકો હેરાન રહી ગયા હતા. ૨૯ જૂનના રોજ નેટફ્લિક્સ પર વિજય વર્મા અને તમન્ના ભાટિયાની વેબ સીરિઝ લસ્ટ સ્ટોરીઝ ૨ રિલીઝ થઈ છે. તમન્ના અને વિજયે પહેલી વાર સ્ક્રીન શેર કરી છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેણે આ સીરિઝ માટે ૧૮ વર્ષ જૂનો કિસિંગ રૂલ તોડી દીધો છે. વિજય વર્મા પહેલા એવા એક્ટર છે, જેમને તમન્નાએ ઓનસ્ક્રીન કિસ કરી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *