બોડેલી સરપંચ મંગાવી હતી ₹1000ની મોદી પેન પણ ડિલિવરી પાર્સલ ખોલતાં ફક્ત લાકડાનું ખોખું જ નીકળ્યું!
મોદી પેનના નામે ઓનલાઇન ગઠિયાઓની ખુલી છેતરપીંડી
મોદી પેનના નામે ઓનલાઇન ખરીદીમાં પૂર્વપટ્ટીમાં મોદી ફેન્સને ₹1000ની કિંમતની પેનના ડિલિવરી પાર્સલમાં પેનનું ખાલી ખોખું જ મળતું હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.બોડેલી સરપંચ સાથે પણ આવો જ ઘટનાક્રમ બન્યો છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અને ભાજપ પક્ષના કમળ નિશાન વાળી “મોદી પેન” ખરીદવા મોદી ચાહકોમાં જબ્બર ક્રેઝ ચાલ્યો છે.આ પેન બજારમાં દુકાન પર મળતી નથી ત્યારે લોકો ઓનલાઇન મંગાવે છે. મોદી પેન મંગાવનાર યુવાનોને ઓનલાઇન છેતરપીંડી કરવામાં આવતી હોવાના બનાવ સામે આવી રહ્યા છે.બોડેલી સરપંચ મોદીના ફેન છે.તેમણે પણ મોદી પેન ઓનલાઇન ₹1000 માં મંગાવી હતી.ઓનલાઇન પાર્સલ ડિલિવરી આવતા તેમાંથી ફક્ત પેનનું ખાલી લાકડાનું ખોખું નીકળ્યું હતું.પેન હતી જ નહીં. સરપંચ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. ઓનલાઇન છેતરપીંડીના કિસ્સા છાસવારે સાંભળીએ છીએ પણ મોદી પેનમાં પણ ગઠિયાઓ આવી છેતરપિંડી કરી જાય છે!
બોક્સ
ગોલ્ડન કલરની મોદી પેનનો આજકાલ ભાજપ કાર્યકર્તાઓમાં જબ્બર ક્રેઝ છે!
ગોલ્ડન રંગની ચળકતી મોદી પેન ખરીદ કરવા મોદી ફેન્સ માં જબરદસ્ત હવા ચાલી છે.મેટલ બોડીની આ પેન એક લાકડાના નાના કવરમાં મૂકીને ડિલિવરી કરાતી હોય છે.પેનના મુખ્ય ભાગે ગોલાઇ પર મોદીનો ફોટો હોય છે તો પેન કવર પર કમળ નિશાન ચિતરેલુ હોય છે.આ પેનની કિંમત ₹ 1000 છે.અલગ અલગ વેંચાણ કર્તા વેબસાઇટ પર અલગ અલગ કિંમત છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


