સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
છઠ્ઠી જુલાઈ ૨૦૨૩ અને ગુરૂવાર આજરોજ કથાકાર શ્રી પ્રકાશ બાપુ સર્પદડીયા હસ્તે સરસ્વતી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળાની દીકરીઓને દર વર્ષે શૈક્ષણિક કીટ આપવામાં આવે છે તે આજરોજ આ વર્ષે પણ પૂજ્ય બાપુ શ્રી તેમજ તેમના ટ્રસ્ટી ભરતભાઈ રાઠોડ દ્વારા બાલવાટિકા તેમજ ધોરણ એક થી આઠ ની તમામ દીકરીઓને નોટબુક પેન ડોમ્સની સ્ટેશનરી કીટ દરેક દીકરીઓને આપી અને આશીર્વાદ વચનમાં કહ્યું કે ખૂબ ભણો ખૂબ આગળ વધો તમારી માતૃશાળાને ભૂલતા નહીં આવી રીતે તમે પણ કોઈ વાર આવું પુણ્ય કમાવો બાપુને શાળાનો સમગ્ર સ્ટાફ આચાર્યશ્રી ભારતીબેન એસએમસી સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે બાપુ આવા ને આવા સમાજમાં શિક્ષણને ઉપયોગી કાર્ય કરતા રહે તેવા અંતરના આશીર્વાદ પણ પાઠવવામાં આવી રહ્યા છે


