Delhi

તમામ રાજકીય પાર્ટીઓ જાેડતોડની રાજનીતિમાં લાગી ગઈ

દિલ્હી
દેશમાં આગામી યોજાનારી લોકસભાની ચૂંટણીને આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહી ગયો છે. આવી સ્થિતિમાં તમામ મુખ્ય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ પાર્ટીઓ જાેડતોડની રાજનીતિમાં લાગી ગઈ છે. એક તરફ ભાજપ સામે ચૂંટણી મેદાનમાં એકસાથે આવવાના હેતુથી વિપક્ષી પાર્ટીઓ પણ મહાગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તો બીજી બાજુ ભાજપમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સાગમટે ચાર રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષમાં ફેરફાર કર્યા બાદ હવે ભાજપ એનડીએના સાથી પક્ષો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. આ દિશામાં હવે ૧૮મી જુલાઈએ દ્ગડ્ઢછની મોટી બેઠક બોલાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દિલ્હીની અશોકા હોટલમાં યોજાશે.આ બેઠકમાં લાંબા સમયથી દ્ગડ્ઢછથી અલગ ચાલી રહેલા અકાલી દળ તરફથી સુખબીર બાદલ, ન્ત્નઁના ચિરાગ પાસવાન સામેલ થશે. ચંદ્રબાબુ નાયડુની ટીડીપી પણ બેઠકમાં ભાગ લઈ શકે છે. સુખબીર બાદલ અને ચિરાગ પાસવાને બેઠકમાં હાજરી આપવા માટે સંમતિ આપી દીધી છે. એનડીએની બેઠકમાં કેટલાક નવા પક્ષો પણ હાજરી આપી શકે છે.લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપમાં સતત બેઠકો ચાલી રહી છે. ભાજપની ટોચની નેતાગીરીની અનેક રાઉન્ડની બેઠકો બાદ તાજેતરમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક પણ યોજાઈ હતી. કેન્દ્રીય કેબિનેટમાં ફેરબદલની શક્યતાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ બેઠકો થઈ છે. આ પછી ભાજપે ચાર રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષો પણ બદલ્યા. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પણ લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. ૨૩ જૂને પટનામાં ૧૭ વિપક્ષી દળોની બેઠક થઈ હતી. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના નેતા રાહુલ ગાંધી, દ્ગઝ્રઁ ચીફ શરદ પવાર, ્‌સ્ઝ્ર ચીફ મમતા બેનર્જી, ઇત્નડ્ઢ ચીફ લાલુ પ્રસાદ યાદવ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન વિરોધ પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી હતી. જાેકે મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય ઘટનાક્રમે વિરોધ પક્ષના મહાગઠબંધનની જરૂરથી ફટકો માર્યો છે. શરદ પવારની એનસીપીની ઉભી ફાડ થતા રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધનના ગણીત રમણ ભમણ થઈ ગયા છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *