મોરબી
મોરબીના વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. જાે કે, ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ યુવકની પત્નીએ જ કરી હોવાની વાત સામે આવી છે. રાત્રે રવિત બામનીયા નામનો યુવાન ઓરડીમાં પત્ની સાથે સુતો હતો અને વહેલી સવારે હત્યા કરાયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. રવિતની પત્ની કરમબાઈએ જ હત્યા કરી હોવાની વાત સામે આવી છે.હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધવીય છે કે, બંનેના લગ્નને એક જ મહિનો થયો હતો, પતિ રવિત સગા વહાલા સાથે ફોનમાં વાતચીત કરવાની ના પાડતો હતો તેમજ નાની નાની બાબતે પત્ની સાથે ઝધડો કરતો અને તેણીને પિતા પાસે જવાનું કહેતા પતિ રવીતે ના પાડી કોઈ દિવસ જવા નહિ દઉ તેમ કહ્યું હતું. દામ્પત્ય જીવનમાં પણ સુખ ના હોય જેથી પત્નીએ રાત્રીના ખાટલામાં સુતેલા પતિને લોખંડની કોશ અને કુહાડી મારી હત્યા કરી નાખી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પત્નીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
