Gujarat

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગર
આગામી ત્રણ કલાકને લઇને હવામાન વિભાગે નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં વરસાદને લઈને નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જે અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, વડોદરા, ખેડામાં વરસાદી માહોલ છવાશે. તેમજ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં મોરબી, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.ગુજરાતમાં હજુ રાજ્યમાં ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપ્યુ છે. જૂનાગઢ, ગીરસોમનાથ, દ્વારકા, પોરબંદરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં પણ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *