Delhi

લક્ષ્ય સેનની કેનેડા ઓપનમાં શાનદાર જીત, ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન લી શી ફેંગને આપી માત

નવીદિલ્હી
ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને (ન્ટ્ઠાજરઅટ્ઠ જીીહ) જબરદસ્ત રમત દેખાડી ને પોતાની કારકિર્દીનો બીજાે મ્ઉહ્લ જીેॅીિ ૫૦૦ ખિતાબ જીત્યો હતો. લક્ષ્ય સેને કેનેડા ઓપનની ફાઇનલમાં ચીનના લી શી ફેંગને સીધા સેટમાં માત આપી હતી. ૨૧ વર્ષીય લક્ષ્ય સેને પોતાની કારકિર્દીનું પ્રથમ સુપર ૫૦૦ ખિતાબ ૨૦૨૨ ઇન્ડિયન ઓપનના રૂપમાં જીત્યુ હતુ. લક્ષ્ય સેને કેનેડા ઓપનની ફાઇનલમાં પોતાની ઝડપ અને પાવર ગેમ સાથે ચીનના ખેલાડીને માત આપી હતી. ચીની ખેલાડી ફાઇનલમાં એક પણ સેટ જીતવામાં અસફળ રહ્યો હતો. લક્ષ્ય સેને પ્રથમ સેટ ૨૧-૧૮ થી જીત્યો હતો અને બીજાે સેટ ૨૨-૨૦ થી જીત્યો હતો. સંપૂર્ણ મેચ દર્શકો માટે રોમાંચક રહી હતી અને તનાવથી ભરપૂર મેચમાં સેને જીત મેળવીને પાતોની આગવી છાપ કોર્ટ પર છોડી હતી. લક્ષ્ય સેને ગત વર્ષ ઓગષ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ આ પ્રથમ વખત ટાઇટલ જીત્યો હતો. સેન આ વર્ષે ટાઇટલ જીતનાર બીજાે ભારતીય ખેલાડી બન્યો છે, આ પહેલા મે મહિના માં એચ એસ પ્રણોયે મલેશિયા માસ્ટર્સનો ખિતાબ જીત્યો હતો. બીજા સેટમાં લક્ષ્ય સેન ૧૬-૨૦ થી પાછળ ચાલી રહ્યો હતો અને તેની સામે ચીનના ખેલાડી પાસે ચાર ગેમ પોઇન્ટ હતા પણ સેને તે બાદ સતત ૬ પોઇન્ટ જીતીને સેટની સાથે સાથે મેચ પણ જીતી લીધી હતી. બંને ખેલાડીની જાે વાત કરીએ તો હેડ-ટુ-હેડ રેકોર્ડમાં લક્ષ્ય સેને આ જીત સાથે ૫-૨ થી સરસાઇ મેળવી લીધી છે. ૭ વખત બંને ખેલાડીની ટક્કર થઇ છે પણ સેનનો દબદબો રહ્યો છે. સેન ખરાબ ફોર્મના કારણે રેન્કિંગમાં ૧૯ માં ક્રમે પહોંચી ગયો હતો પણ ગત વર્ષ દરમિયાન કરાયેલ નાકની સર્જરી બાદ સેન ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો હતો. આ જીત બાદ સેનના આત્મવિશ્વાસમાં વધારો થશે તેવુ દેખાઇ રહ્યું છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *