Gujarat

જી.એસ.ટી.ના ગુન્હામાં વધુ ૩ આરોપીઓની ધરપકડ કરતી SIT ટીમ

જી.એસ.ટી.ના ગુન્હામાં વધુ ૩ આરોપીઓની ધરપકડ કરતી SIT ટીમ

ભાવનગર જીલ્લામાં અશિક્ષીત અને ગરીબ માણસો પાસેથી આધારકાર્ડ તથા પાનકાર્ડ મેળવી તે ડોકયુમેન્ટોનો ઉપયોગ કરી આધારકાર્ડ માથી નવુ સીમકાર્ડ ખરીદી અને આધારકેન્દ્રમા જઇ માણસોના આધારકાર્ડમાં નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી અને તેના આધારે જી.એસ.ટીની વેબસાઇટ ઉપર થી સદર માણસોના નામે નવો જી.એસ.ટી રજીસ્ટ્રેશન કરાવી એક બોગસ પેઢી અસ્તીતવમાં લાવી ખોટી રીતે જી.એસ.ટી નંબર મેળવી તેની ઉપર બોગસ બીલીંગનુ કામ કરી સરકારશ્રીને ભરવાના ટેક્ષના નાણાની ઉચાપત આ બોગસ પેઢીઓ નો ઉપયોગ કરતા હોય જે બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમા ૧ ગુન્હો તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમા ૨ ગુન્હા તથા અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં-૧ ગુન્હો એમ કુલ-૪ ગુન્હા ઉપરોકત બાબતે ઇ.પી.કો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪ વિ મુજબ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હોય

*> જે બાબતેની સરકારશ્રીએ ગંભીરતા લઇ ગુજરાત રાજયના ડી.જી.પી. સાહેબ દ્વારા ઉપરોકત ગુન્હાની તટસ્થ તપાસ થવા સારૂ ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગીતમ પરમાર સાહેબના અધ્યક્ષ સ્થાને એક સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરવામા આવેલ છે. અને પાલીતાણા પો.સ્ટેના ગુન્હામાં આજદીન સુધીમાં કુલ-૩૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ SIT પોલીસ ઇન્સ.શ્રી આર.એન.વિરાણી તથા કે,જી. ચાવડા નાઓની સુચના મુજબ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એ પાર્ટ ગુ.ર.નં. ૦૦૬૫/૨૦૨૩ ના ગુન્હામાં આરોપીઓ (૧) આશીફ ઉર્ફે ભાયો અબ્દુલભાઇ પઠાણ ઉ.વ.૩૬ રહે. પ્રભુદાસતળાવ, મફતનગર હવા મસ્જીદની બાજુમાં રૂવાપરી રોડ ભાવનગર (૨) અખ્તરઅબ્બાસ હૈદરઅલી ખેતાણી ઉવ.૩૮ રહે. ૩૦૨, ફાજલભાઇ મેન્શન વડવા મતવા ચોક અલ્ફલક ફલેટની સામે ભાવનગર (૩) મહમદઅકીલ જીગરભાઇ મેઘાણી ઉવ.૨૩ રહે. પ્રભુદાસ તળાવ, હેપીહોમ ફલેટ, ફલેટ નં. ૪૦૨ ભાવનગર ઝડપી લઇ ધોરણસર અટક કરી નામ. કોર્ટમાં રજુ કરી પોલીસ કસ્ટડીના રીમાન્ડની માંગણી કરવામાં આવનાર છે.
આ કામગીરીમાં સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના વડા ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સાહેબની સ્પેશયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *