Gujarat

માંગરોળ રાજકુમાર એજ્યુકેશન એકેડમી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોતીવેરાણા ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો,, 

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ – ગાંધીનગર કમિશ્નર શ્રી ,
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી , જિલ્લા રમતગમત અધિકારીશ્રી ની કચેરી જૂનાગઢ દ્વારા રાજકુમાર એજ્યુકેશન એકેડમી ખાતે ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત _મોતી વેરાણા ચોકમાં_ લોકગીત /લોકસાહિત્ય ત્થા સાંસ્કૃતિક કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન થયું
            જેમાં મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળ ના સંચાલક  સુનિલભાઈ કાચા અને તેમની ટીમ દ્વારા સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી. જેમાં સુનિલભાઈ કાચા, કોમલબેન સાલસીયા, મયુર ચાંદેગરા ,
અક્ષય ટિમાણિયા  એ લોકગીતો અને લોક સાહિત્યની રમઝટ બોલાવી હતી. તેમાં તબલા સંગત અભય ગરેજા, ઓર્ગનમાં દીપક ટીકડીયા ,ઢોલ પર શુભમ ચૌહાણે સંગત આપી હતી, અને તમામ કાર્યક્રમ ને દિપાવવા ઉદઘોષક રમેશભાઇ જોષીએ પોતાની વાક્છટાથી શ્રોતાઓના મન લૂંટી લીધા હતા, તથા કાર્યક્રમની શોભા વધારવા નગરપાલિકા ઉપપ્રમુખશ્રી મનોજભાઈ વિઠલાણી તેમજ રાજકુમાર સંસ્થાના ટ્રસ્ટી શ્રી હરિન્દ્રભાઈ ગોહિલ અને અશોકભાઈ મણિયાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સોપવા બદલ યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઈ દિહોરા તથા રાજકુમાર એજ્યુકેશનલ એકેડેમી ના સંચાલક શ્રી ઓ નો હ્રદય પૂર્વક આભાર સુનિલ ભાઈ કાચા એ માન્યો હતો,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20211026-WA0188.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *