અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો છે. ચેમ્બરના પ્રમુખ તરીકે અજય પટેલ તથા અન્ય હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શપથગ્રહણ કર્યા. ય્ઝ્રઝ્રૈંના હોદ્દેદારો માટેની ચૂંટણી સમરસ થઈ છે. તમામ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાતા પ્રમુખ તરીકે અજય પટેલે કાર્યભાર સંભાળ્યો છે. તો ય્ઝ્રઝ્રૈંના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એસ્ટ્રલ પાઇપ્સના સંદીપ એન્જિનિયર અને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મિહિર પટેલે પદ સંભાળ્યું છે.ચાર્જ સંભાળ્યા બાદ અજય પટેલે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહનું સપનું છે કે દેશની ઇકોનોમી ફાઇવ ટ્રીલીયન બનાવવી, જેમાં ય્ઝ્રઝ્રૈં સક્રિય ભૂમિકા ભજવશે. ય્ઝ્રઝ્રૈં સરકાર અને નાના મોટા ઉદ્યોગો તેમજ વેપારી વચ્ચે સેતુની ભૂમિકા ભજવશે. વર્ષ ૨૦૨૪માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ય્ઝ્રઝ્રૈં સક્રિયપણ ભાગ લેશે. આ સમિટ અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ બને તે માટે તમામ સહકાર પૂરો પાડશે. તેમણે આ જવાબદારી સોંપવા બદલ તમામનો આભાર માન્યો હતો.અજય પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતના ઉદ્યોગો અને વેપારીઓ રાષ્ટ્રના વિકાસમાં મોટો ફાળો ભજવે તેવો રોલ ભજવવા ચેમ્બર પ્રયત્ન કરશે. લઘુ અને નાના ઉદ્યોગોને જરૂરી માર્ગદર્શન આપી તેમના વિકાસને વધુ ઝડપી બનાવવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોને સાથ સહકારની આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીઝ ક્વોલિટી પ્રોડક્ટ બનાવે તો સરકાર તેમને પૂરતી મદદ કરશે. ઉદ્યોગકારોને કોઇ તકલીફ નહીં પડવા દઇએ. આ પહેલા અજય પટેલ ય્ઝ્રઝ્રૈંના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત હતા. ય્ઝ્રઝ્રૈંના બંધારણ મુજબ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રમુખ બને છે. ત્યારે અજય પટેલ ય્ઝ્રઝ્રૈંના પ્રમુખ બનતા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એસ્ટ્રલ પાઇપ્સના સંદીપ એન્જિનિયરની પસંદગી કરાઈ છે. ય્ઝ્રઝ્રૈંના પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ અજય પટેલે જણાવ્યું હતું કે ય્ઝ્રઝ્રૈં ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકો સીસ્ટમને વેગ આપવા અગામી વર્ષમાં પરીણામલક્ષી કામગીરી કરશે.


