અમદાવાદ
અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી બે બાળકોના અપહરણ થયાનો બના બન્યો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી એક સગીર સહિત ચારની ધરપકડ કરી છે. મહત્વનું છે કે અમદાવાદથી અપહરણ કરી બંને બાળકોને દાહોદ લઈ જવામાં આવ્યા હતા. સાથે જ પરિવાર પાસેથી ૧૦ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જેથી પોલીસે આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓની રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના નારણપુરા પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓના નામ કૃણાલ ઉર્ફે કરણ ઉર્ફે કેડી રાજપુત, શકીલ ખાન પઠાણ, મનીષ ભાભોર છે અને તેમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરુદ્ધ પણ પોલીસે કાયદેસરના પગલાં લીધા છે. મહત્વનું છે કે, તમામ આરોપીઓની ધરપકડ અપહરણ અને ખંડણીના ગુનામાં કરવામાં આવી છે. પ્રીત કોન્ટ્રાક્ટર અને જીલ ઉપાધ્યાય નામના બે બાળકોના અપહરણ કરી પરિવાર પાસેથી ઇન્સ્ટાગ્રામ મારફતે ૧૦ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જે ગુનામાં અમદાવાદથી અપહરણ કરી ભાગેલા આરોપીઓને દાહોદના પીપલોદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યા અને બંને બાળકોનો છુટકારો થયો હતો. અપહરણ પહેલા બંને ભોગ બનનાર બાળકો જીલના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા.. તે સમયે આરોપીઓએ માથાકૂટ કરી બંનેને બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. જાેકે દાહોદ સુધી પહોંચવા માટે પીપલોદ ટોલ ટેક્સ પર ટેક્સ ભરવા માટે રૂપિયા ન હોવાથી ગાડી પીપલોદ ગામમાં જવા દીધી હતી. ત્યાં ગાડી ફસાઈ જતા બંને અપહ્યુત બાળકોને મોકો મળતા નાસી ગ્રામજનો પાસે પહોંચી ગયા હતા. સાથે જ તમામ હકીકતની જાણ થતા ગ્રામજનોએ સ્થાનિક પોલીસની મદદથી તમામ આરોપીઓની પણ તે જ ગામમાંથી ધરપકડ કરી. અપહરણ અને ખંડણીના ગુનામાં પોલીસ તપાસમાં હકીકત સામે આવી કે આરોપીઓ અને ભોગ બનનાર બાળકો સોશિયલ મીડિયા પર એકબીજા સાથે મિત્રતા ધરાવે છે. બીજી તરફ આ ગુનાના આરોપી કેડી રાજપૂત અને શકીલ ખાન શાળા બનેવી થાય છે. જેથી કયા કારણોસર આ બનાવ બન્યો. સાથે જ આરોપીઓનું અન્ય શું પ્લાનિંગ હતું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.


