Gujarat

ગુજરાતમાં ૨૬૦૦ વિદ્યાસહાયકની ભરતી કરાશે

ગાંધીનગર
રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં સરકારી નોકરીનો પટારો ખોલ્યો છે અને સરકારી ભરતીની રાહ જાેતા ઉમેદવારોમાં આનંદ છવાયો છે. સમયાંતરે સરકાર વિવિધ વિભાગોમાં સરકારી ભરતી બહાર પાડી રહી છે અને પારદર્શક ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે ૨૬૦૦ વિદ્યાસહાયકની ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં આવનાર સમયમાં ૨૬૦૦ વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવનાર છે, ત્યારે આખરે જિલ્લા પસંદગી માટે તારીખ જાહેર કરાઈ છે. કોલ લેટર ૧૭ જુલાઈથી વેબસાઈટ પર મુકાશે. જ્યારે ૨૦ જુલાઈથી ૨૪ જુલાઈ સુધી જિલ્લા પસંદગી કાર્યક્રમ યોજાશે. મેરીટના જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવાશે. મહત્વનું છે કે, શુક્રવારે નાયબ સેક્શન અધિકારી સચિવાલયની ૧૨૦ જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરાઇ હતી. તેમજ નાયબ સેક્શન અધિકારી ય્ઁજીઝ્રની ૭ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડાઇ હતી. આ સિવાય આદિજાતિ વિકાસ કમિશનરની ૨૬ જગ્યાઓ માટેની પણ ભરતી જાહેરાત કરાઇ હતી. તેમજ મેડિકલની અલગ અલગ ૧૩ કેડરમાં ભરતી કરવાની જાહેરાત કરાઈ છે. આ જગ્યાઓ માટે ૧૫ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ ૨૬,૫૦૦ શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે ૧૫,૦૦૦ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૧૧,૫૦૦ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત ૫૦૭૫ ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને ૨૧૦૦૦ ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા હેમખેમ પાર પડી ગયા બાદ લાખો ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે ઉમેદવારોને લાગી રહ્યું છે કે, પેપર ફૂટશે નહી અને અમારી સરકારી નોકરી મેળવવાની ઈચ્છા પૂરી થશે. ગુજરાતમાં આવનાર સમયમાં હવે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પણ ૨૫,૫૦૦ શિક્ષકોની ભરતી કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *