જૂનાગઢના ICDS ઘટક – ભેંસાણ આંગણવાડી -4 ના કાર્યકર દક્ષાબેન વેગડાએ આંતરરાષ્ટ્રીય શ્રી અન્ન મિલેટ્સ મહોત્સવ વાનગી સ્પર્ધા માં જિલ્લાકક્ષા એ પ્રથમ નંબર મેળવ્યો હવે રાજ્યકક્ષા એ જુનાગઢ જિલ્લાનું પ્રતિધિનિત્વ કરશે.
જૂનાગઢ જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય શ્રી અન્ન મિલેટ્સ મહોત્સવ – 2023 કેશોદ ખાતે સુંદર રીતે ઉજવાયો હતો આ મહોત્સવના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિ કરણ, મહિલા અને બાળ વિકાસ કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા* હસ્તે ખુલ્લો મુકાયો હતો જૂનાગઢ જિલ્લાકક્ષાના મિલેટ્સ મહોત્સવમાં પરંપરાગત વિસરાતા જતા જાડા ધાન્ય એટલે કે મિલેટસ ની વાનગીઓનું નિદર્શન તેમજ વાનગી સ્પર્ધાનું સુંદર આયોજન કરેલ હતું આ મહોત્સવમાં ICDS ઘટક ભેંસાણના આ.વા કેન્દ્ર ચુડા – 4 ના કાર્યકર વેગડા દક્ષાબેન અમિતભાઇ પ્રથમ ક્રમાંકે રહી રાજયકક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જ્યારે ICDS ઘટક ભેંસાણના આ.વા કેન્દ્ર છોડવડી – 2 ના કાર્યકર ડોડીયા ગૌરીબેન દ્વિતીય નંબર પ્રાપ્ત કરી સમગ્ર જૂનાગઢ જિલ્લા તથા ભેંસાણ તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.
જૂનાગઢ જિલ્લા કક્ષાના શ્રી અન્ન મિલેટ્સ મહોત્સવ – 2023* પ્રેરક અતિથિ તરીકે માંગરોળ ધારાસભ્ય શ્રી, કેશોદ ધારાસભ્ય શ્રી, જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ ચેરમેન શ્રી, જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, RDD મેડમ શ્રી, જૂનાગઢ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી, તમામ ઘટક CDPO શ્રી તથા જૂનાગઢ જિલ્લાના કાર્યકર બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
રિપોર્ટર, મહેશ કથીરિયા જુનાગઢ


