Gujarat

ગીરગઢડાના પાણખાણ ગામેથી ગે.કા.રેતી ભરેલા બે ટ્રેક્ટર રૂ.૧૦ લાખનો મુદામાલ ઝડપાયો…

ગીરગઢડાના પાણખાણ ગામે ગે.કા. ખનિજ રેતીની બેફામ ચોરી થતી હોય અને રેતીને બારોબાર સપ્લાય થતી હોવાની બાતમી
આધારે જીલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ તેમજ પોલીસ સાથે મળી ગે.કા. ખનિજ રેતી ભરેલા બે ટ્રેક્ટરો મુદામાલ સાથે ઝડપી
પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પાણખાણ ગામે ગે.કા. રેતી ભરેલા ટ્રેક્ટર પસાર થતા જીલ્લા ખાણખનીજ તેમજ પોલીસે
બાતમી આધારે બન્ને ટ્રેક્ટરમાં રેતી ભરેલ હોય પુછપરછ કરતા આ બન્ને ગે.કા. ટ્રેક્ટર ચાલક પાસે કોઇજાતની પાસ પરમીટ કે રોયલ્ટી
ન હોય અને આ રેતી ગે.કા.ખનીજ ચોરી કરતા હોવાનું માલુમ પડતા બે ટ્રેક્ટર રૂ.૧૦ લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરેલ છે.

-ગામેથી-રેતી-ભરેલા-બે-ટ્રેક્ટર-સાથે-રૂ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *