Gujarat

ઉના ભાવનગર હાઇવે પર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા માટીના ઢગલા પર ટ્રક ચડી જતા અક્સ્માત સર્જાયો, ટ્રકના આગળના બે વીલ નિકળી ગયા… મોટી જાનહાની ટળી..

ઉના ભાવનગર નેશનલ હાઈવે રોડ પર સામતેર બાયપાસ નજીક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડ્રાઈવર્જન પાસે હાઇવે
ઉપર આડાસ રાખેલી માટીના ઢગલા પર ટ્રક અચાનક ચડી ગયેલ. આ અકસ્માતની ઘટના રાત્રે બનતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી
હતી. અને ટ્રકના આગળના ભાગના બંને ટાયરના વિલ નીકળી જતા ઘટના સ્થળેજ ટ્રક થંભી ગયો હતો. આ અકસ્માતમાં કોઈને
જાનહાની થઈ ન હતી.
વેરાવળ તરફથી પીપાવાવ તરફ જતો ટ્રક ચાલક ઉના ભાવનગર નેશનલ હાઇવે પર સામતેર ગામના બાયપાસ રોડ નજીક હાઇવે
પરજ અચાનક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા માટીના ઢગલા ઉપર ચડાવી દીધી હતી. જેના કારણે ટ્રકના બંને ટાયર માં વીલ
નિકળી ગયા હતા. જોકે હાઇવે પર વાહનોની સતત અવર જવર થતી હોય છે. અને હાઇવે પર અધૂરી કામગીરી હોવાના લીધે આ
માર્ગ પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહે છે. અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. મોડી રાત્રિના સમયે આ
માલવાહક ટ્રક ચાલક હરીશ પરબત સુંડાવદરા રહે. પોરબંદર તેમજ રાયશી અરજણ મોઢવાડીયા નામના બંને વ્યક્તિનો આબાદ
બચાવ થયો હતો. અને અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કોઈ જાનહાની થઇ ન હતી..

-હાઇવે-પર-ટ્રક-ચાલકે-સ્ટેરીંગ-પરનો-કાબુ-ગુમાવતા-માટીના-ઢગલા-પર-ટ્રક-ચડી-જતા-અક્સ્માત-સર્જાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *