આજ રોજ તારીખ ૧૮-૦૭-૨૦૨૩ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એચ. એચ. ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો.આર. બી. ગુપ્તા ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સંજય સૌમ્યા ના મોનીટરીંગ માં જોડિયાના જશાપર, મેઘપર, બાલભા ગામ વિસ્તારમાં આવેલ દુકાનોમાં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું જેમાં કલમ ૪ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ પર ૩ કેસ કરવામાં આવેલ તેમજ કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ મુજબ ૫ કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ ૬ કુલ ૧૪ કેસ કરેલ જેમાં રૂપિયા ૨૭૦૦ દંડ એકત્ર કરેલ આ કામગીરીમાં જિલ્લા આઇ.ઇ.સી. ઓફિસરશ્રી નીરજ મોદી,તાલુકા સુપર વાઈઝર બી.કે. ગોધાણી,જિલ્લા કાઉન્સેલર નઝમા બેન હાલા, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા તેમજ જોડિયા પોલીસ સ્ટેશનમાંથી પો. કો. ભગીરથસિહ જાડેજા હાજર રહેલ……….
જોડિયા તાલુકાના જશાપર.મેઘપર.બાલભા. ગામમાં 100 વારના વિસ્તારમાં તમાકુ નું વેચાણ કરવા પર પ્રતિબંધ છે.દુકાન માં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :: હડિયાણા…
