Gujarat

કુંકાવાવ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે કામગીરી કરવામાં આવી

કુંકાવાવ,તા. 18 રાજયમાં ચોમાસાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે કુંકાવાવ તાલુકામા તાલુકા હેલ્થ ઓફિસર ડો.બલદાણીયા અને  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અનિડા,દેવગામ, લુનીધાર,તોરી દ્વારા મેડિકલ ઓફિસર ના માર્ગદર્શનમાં સબ સેન્ટર મા જુલાઈ માસની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના ગામમાં ઘરે-ઘરે
જઈને જૂના ટાયર, પક્ષીકુંજ, ફ્રીઝની ટ્રે, પાણીની ટાંકીઓમાંથી પાણી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરના
ઉત્પત્તિ સ્થાનોનો નિકાલ કરવામાં આવ્યો હતો. મેલેરીયા રોગ વિશે લોકોને પ્રા.આ.કેન્દ્ર ના તમામ કર્મચારી તેમજ સુપરવાઈઝર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અહેવાલ રસિક વેગડા

IMG-20230721-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *