Gujarat

પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ અંતર્ગત સાવરકુંડલા શહેરમાં આવેલ  કાણકીયા કોલેજમાં બહેનો માટે માસિક સ્વચ્છતા જાગૃતિ અંગે શિબિર યોજાઈ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજરોજ તા. ૨૧/૭/૨૩, શુક્રવારના રોજ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા પન્ના નાયક ફ્રી પેડ પ્રોજેક્ટ  અંતર્ગત શ્રી પન્ના નાયક તથા શ્રી નટવર ગાંધીના સૌજન્યથી શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ  કોલેજ તથા શ્રી વી.ડી.ઘેલાણી મહિલા કોલેજના બહેનો માટે સંયુક્ત ઉપક્રમે માસિક સ્વચ્છતા જાગૃતિ શિબિરનું આયોજન થયેલ. સમગ્ર તાલુકા કક્ષાની ગ્રામીણ બહેનો શારીરિક સ્વસ્થતા, માસિક સ્વચ્છતા અંગે વધુ જાગૃત બને તે માટે આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર તાલુકામાં આ સંસ્થા છેલ્લા ઘણા સમયથી કામ કરી રહી છે, ત્યારે આજરોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત બંને કોલેજોની બહેનો માટે આ સ્વચ્છતા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં ડો. પ્રિ.એસ.સી. રવિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છ થી સ્વાગત કરી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ. આ શિબિરમાં શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન ઘેલાણી/કામદાર, શ્રી જીગીશાબેન ગાંધી(મુંબઈ), ડો .અમીબેન પાંધી, શ્રી અમીબેન પંચાલ, સનાબેન પંચાલ (ઘેલાણી પરિવાર) તથા વિદ્યાગુરુ ફાઉન્ડેશનના નર્સિંગ સુપ્રિમટેન્ડન્ટ શ્રી હિનાબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી હીનાબેન જોષીએ શિબિરને અનુરૂપ પ્રાસંગિક વાતો કરેલ ત્યારબાદ પ્રોજેક્ટ વિશેષજ્ઞ શ્રી જીગીશાબેન ગાંધીએ પ્રોજેક્ટર દ્વારા તમામ બહેનોને આ માસિક સ્વચ્છતા જાગૃતિ માટે વૈજ્ઞાનિક રીતે સચોટ માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ ડો. અમીબેન પાંધીએ પણ બહેનોને શારીરિક સ્વસ્થતા તથા સજ્જતા માટે વિસ્તૃત ચર્ચા કરેલ. શિબિરના અંતે ઉપસ્થિત તમામ બહેનોને સેનેટરી પેડ હેલ્થ કીટનું વિતરણ કરવામાં આવેલ.
કોલેજના વા.પ્રિ. રીંકુબેન ચૌધરી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ તેમજ સમગ્ર શિબિરને સફળ બનાવવા કોલેજના સ્ટાફ ગણે વિશેષ જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું

IMG-20230721-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *