પ્રભારીમંત્રીના હસ્તે સીએચસી માટે બ્લડ સેલ કાઉન્ટર મશીન અર્પણ કરાયા.
ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ના પુરા થતા વર્ષ માટે છેલ્લા ત્રણ વર્ષના પૂર્ણ, પ્રગતિમાં અને બાકી રહેલા કામોની સમીક્ષા માટે તથા થયેલા ખર્ચ અને બચેલા નાણાના આયોજન માટે આજે સંકલન હોલ ખાતે છોટાઉદેપુર જીલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને આજરોજ યોજાઈ હતી. આ બેઠકમાં જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જીલ્લા કલેકટર સ્તુતિ ચારણ, ડીડીઓ ગંગાસિંહ, આરએસી કે.ડી ભગત, પ્રાયોજના આધિકારી સચીનકુમાર ત્રણે મત વિસ્તારના ધારાસભ્યો, તમામ છ તાલુકા પંચાયતોના પ્રમુખો, સંકલન કક્ષાના તમામ અધિકારીઓ, સીડીએચઓ વગેરે અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો.
વર્ષ ૧૯૯૮-૯૯ થી ન્યુ ગુજરાત પેટર્ન લાગુ કરવામાં આવી છે. જેમાં ૧૨૫% રકમની જોગવાઈ કરવામાં આવે છે. ન્યુ ગુજરાત પેટર્નમાં ચાલુ વર્ષમાં ૨૦૨૩-૨૪ માટે તારીજ પત્રક રજુ કરવામાં આવ્યું હતું જે પ્રમાણે ૯૬% જોગવાઈ આર્થિક-સામાજિક સેવાઓમાં ફાળવવામાં આવેલ છે. ૧૨૫% રકમ પ્રમાણે રૂ.૩૬૦૮.૯૯ (લાખમાં) ની જોગવાઈ કરવામાં આવેલ છે. તાલુકા પ્રમાણે કુલ ૧૨૭૩ કામોની સંખ્યા થયેલ છે. જયારે ૪% રકમ છુટાછવાયા વિસ્તારની આર્થિક-સામાજિક સેવાઓ માટે ફાળવણી થયેલ છે. જેની કૂલ રકમ રૂ.૪૧.૦૪ લાખ થાય છે. આ રકમ માં સંખેડા અને બોડેલીના કૂલ ૩૨ કામોની ગણતરી કરેલ છે.
આ ઉપરાંત ૧૫માં નાણાપાંચ તથા ૧૫% વિવેકાધીન ગ્રાન્ટ માટે રૂ.૧ કરોડ,૨૮ લાખ, ૮૦ હજારની ગ્રાન્ટ છોટાઉદેપુર જીલ્લાની આરોગ્ય શાખા માટે ફાળવેલ છે. જેમાંથી પી.એચસી અને સીએચસી કેન્દ્રો માટે ૩૪ લાખ, ૪૧ હજારની રકમના કૂલ ૨૦ બ્લડ સેલ કાઉન્ટર મશીન, ૭૫ લાખની નવી ૫-એમ્બ્યુલન્સ, ૧૧ લાખ. ૨૪ હજારના ૫-જનરેટર મશીન અને ૧૨ લાખના ૫-લેપ્રોસ્કોપીક મશીન ની ખરીદી કરવામાં આવેલ છે. ૨૦ બ્લડ સેલ કાઉન્ટર મશીનો માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે જીલ્લાના વિવિધ પીએચસી ખાતે અર્પણ કરવામાં આવેલ છે. લેપ્રોસ્કોપ અને એમ્બ્યુલન્સની ખરીદી પ્રક્રિયા હેઠળ હોય ટુક સમયમાં ખરીદવામાં આવશે. બ્લડ સેલ કાઉન્ટર મશીન જે ૨૫ જાતના અલગ અલગ લોહીના તપાસ કરી શકે છે જે રંગપુર, કલારાણી, મોટી આમરોલ, મલાજા, રાયસિંગપુરા, અને કરાલી પીએચસી ખાતે માનનીય પ્રભારી મંત્રીના હસ્તે અર્પણ કરેલ છે. છોટાઉદેપુર જીલ્લામાં હવે લગભગ કોઈ પીએચસી-સીએચસી પર આ મશીન બાકી નથી. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાને થી સુચન કરાયું હતું કે ધારાસભ્યો, સાંસદસભ્યોને પોતાના ક્ષેત્રમાં જે યોજનાઓ કે કામો મંજુર થાય તેમાં અમલીકરણ અધિકારી જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્યોને સામેલ કરે. આ ઉપરાંત તાલીમી કાર્યક્રમો હોય તે પુરા કરવા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


