Gujarat

કવાંટ તાલુકાના સૈડીવાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ તેમજ એક્ષરે નિદાન કેમ્પ યોજાયો.  

છોટાઉદેપુર જિલ્લા નાં સૈડીવાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને સારવાર ઉપરાંત ટીબીની બિમારી માંથી જલ્દી રોગમુક્ત થઈ શકાય તે હેતુથી પ્રધાનમંત્રી દ્વારા દેશમાં છેડવામાં આવેલ જન આંદોલનના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર જિલ્લા નાં સૈડીવાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો .

જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો પ્રશાંત વણકર , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૈડિવાસણના મેડિકલ ઓફિસર ડો.અશોક સેન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટીકઢાઈ નાં મેડિકલ ઓફિસર ડો. અર્જુન રાઠવા ઉપરાંત દિપક ફાઉન્ડેશન નાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર મનોરમાબેન જયસ્વાલ તેમજ કવાંટ તાલુકાના સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર મહંમદરફિક સોની તથા સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર અરવિંદભાઈ રાઠવા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૈડીવાસણના સુપરવાઈઝર રણછોડભાઈ રાઠવા સહિત નાં આરોગ્ય કર્મચારીઓ ,સૈડીવાસણ ગ્રામ પંચાયત નાં ઉત્સાહી સરપંચ જતનભાઇ રાઠવા તથા લાભાર્થી ટીબી નાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ ઉપરાંત ટીબી રોગના દર્દીઓ ને વહેલી તકે શોધી શકાય તે માટે એક્ષરે મોબાઈલ વાન મારફતે સ્થળ પર જ છાતીના એક્ષરે પાડી ને ટીબી રોગનું નિદાન થઇ શકે તે માટે નિદાન કેમ્પ પણ યોજાયો હતો જેમાં સૈડીવાસણ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડીપાણીના રેણદી એમ બે જગ્યાએ કુલ ૨૦૮ કેસમાં એક્ષરે પાડી ટીબી રોગના દર્દીઓ શોધવા માટે નિદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230721-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *