ડો. ડી. કે. વરૂએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં દર વર્ષે નર્સરીઓમાં ૧૦ થી ૧૨ લાખ કેસર કેરીની કલમો તૈયાર થાય છે. જેની ભારતભરમાં માંગ રહે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વધુ ડિમાન્ડ રહે છે. મહારાષ્ટ્રના રત્નાગીરી બેલ્ટમાં હાફૂસ કેરીનું વાવેતર થાય છે પરંતુ ત્યાં પણ જે નવા બગીચાઓ હવે બને છે ત્યાં કેસર કેરીનું વાવેતર થઈ રહ્યું છે.


